શરૂઆત દૈનિક

SHAROOAT DAILY, NEWS PAPER, JUNAGADH

SHAROOAT DAILY, NEWS PAPER, JUNAGADH

શરૂઆત દૈનિક (Sharooat Daily) ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરમાંથી પ્રકાશીત થતું એક ગુજરાતી અખબાર (દૈનિક સમાચાર પત્ર) છે. આ વર્તમાન પત્રનું મુખ્ય કાર્યાલય, અખબાર ભવન, ગિરનાર રોડ, જુનાગઢ. જુનાગઢ શહેરમાં આવેલું છે, અને આ સમાચાર પત્રની આવૃત્તિ જુનાગઢ શહેરમાંથી પ્રકાશિત કરવામાં આવે છે. આ અખબાર ૫હેલા હેન્‍ડ કંમ્‍પોઝ દ્વારા પાંચ કોલમમાં ટ્રેડલ મશીનરીમાં પ્રીન્‍ટ કરાતું હતું. બાદમાં સીલીંડર મશીનરીમાં સાત કોલમાં પ્રીન્‍ટ કરાતું હતું. હાલમાં આ અખબાર સંપૂર્ણ કોમ્‍્ચુટરાઈઝ પઘ્‍ઘતીથી શરૂઆત દૈનિક વર્તમાન પત્ર વેબ ઓફસેટ મશીનરીમાં પ્રકાશિત કરવામાં આવે છે. આ છાપું અખબાર ભવન, ગિરનાર રોડ, જુનાગઢ.થી બહાર પાડવામાં આવે છે. આ અખબારના એમ.ડી. તેમજ શરૂઆત દૈનિક અખબારના મુખ્ય તંત્રી મનોજભાઈ ઉનડકટ છે. શરૂઆત દૈનિક અખબાર હાલમાં સહતંત્રી તરીકે શ્રી દેવાંક્ષી એમ. ઉનડકટ છે. શરૂઆત અખબાર તા. ૨૬-૦૧-૧૯૭૮ના રોજના લોકાર્પણ કરવામાં આવ્યું ત્‍યારે આ અખબાર સાપ્‍તાહિક સ્‍વરૂપે પ્રસિઘ્‍ઘ કરવામાં આવ્‍યું હતું. શરૂઆત અખબારના સંસ્થાપક તંત્રી શ્રી રસિકલાલ એચ. ઉનડકટ હતા. હાલ આ અખબારને કુલ ૩૫ વષ્‍ાઁ થયા છે. છેલ્‍લા સત્‍યાવીશ વષ્‍ાઁથી આ અખબાર દૈનિક સ્‍વરૂપે પ્રકાશીત થાય છે. શરૂઆત અખબાર તા. ૦૫-૦૭-૧૯૮૬થી દૈનિક સ્‍વરૂપે પ્રકાશીત થાય છે. શરૂઆત અખબારને દૈનિકનું સ્‍વરૂ૫ આ૫નાર પથદર્શક શ્રી કૃષ્ણકાંત આર. ઉનડકટ અને મનોજ આર. ઉનડકટ જેમાં શ્રી કૃષ્ણકાંત આર. ઉનડકટ હાલ અમદાવાદ કારોબારી સંપાદક તરીકે સંદેશ દૈનિક અખબારમા તેમનું કામ કરી રહયા છે તેવો સંદેશ અખબારની પૂર્તિનુ કામ સભાળે છે. શરૂઆત દૈનિક અખબાર હાલમા તંત્રી, મુદ્રક, પ્રકાશક, માલિક મનોજભાઈ ઉનડકટ છે.

શરૂઆત અખબારનો પ્રકાર દૈનિક વર્તમાનપત્ર તંત્રી, મુદ્રક, પ્રકાશક,માલિક – મનોજભાઈ ઉનડકટ સંપાદક – મનોજ ઉનડકટ ભાષા ગુજરાતી વડુમથક જુનાગઢ

૨૬-૦૧-૧૯૭૮ના રોજના પત્રકારત્વ, પત્રકાર, ચોથી જાગીર, પત્રકારિતા, મિડિયા વિષ્‍ો વિસ્‍તુત છણાવટ કરતા – રસિકભાઈ ઉનડકટ

જુનાગઢ : શરૂઆત અખબારતા. ૨૬-૦૧-૧૯૭૮ના રોજના લોકાર્પણ કરવામાં આવ્યું ત્‍યારે શરૂઆત અખબારનાસંસ્થાપક શ્રી રસિકભાઈ ઉનડકટે જણાવ્‍યુ હતુ કે, પક્ષપાત-પૂર્વગ્રહથી મૂકત પત્રકારત્વની આવશ્યતકતા છે. સાથે-સાથે પત્રકારત્વંમાં સત્ય નહી હોય તો લાંબુ ચાલશે નહીં. સત્યવ એ પત્રકારત્વવ અને સમાજ જીવનનો પ્રાણ છે. જુનાગઢના પત્રકારત્વ પર પ્રજાની ખૂમારી, ખમીર અને સંત – સુરાનો પ્રભાવ રહયો છે. આજનું પત્રકારત્વખ વૈશ્વીક અને સ્થાનિક વચ્ચે ત્રિશંકુ દશામાં છે. અખબારોમાં મીશનની ભાવના જળવાઇ તેની આવશ્યકત છે. સ્વાતતંત્ર સંગ્રામમાં સૌરાષ્ટ્રના પત્રકારત્વરએ બેજોડ કામગીરી નિભાવી હતી.ગ્રામીણ પત્રકારત્વે ક્ષેત્રે વિપુલ સંભાવના પડેલી છે, અખબારોમાં સાહિત્યય સંસ્કૃતિ અને સમાજની વિગતોને પૂરતું સ્થાન મળવુ જરૂરી છે. ગ્રામીણ પત્રકારોને તાલીમબધ્ધ કરી તેને વિશેષ સવલતો આપવી જરૂરી છે. પત્રકારત્વે સાથે સંકળાયેલા લોકોએ હંમેશા ઇતિહાસનો અનુબંધ રાખવો જોઇએ. સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં આપણી ભવ્ય પરંપરાની જાણ નહી કરીએ તો જમીન પર ટકવું મુશ્કેલ બનશે. પત્રકારત્વંનો જાજરમાન ઇતિહાસ છે. જે સૌના માટે બોધરૂપ અને પ્રેરણાસ્ત્રોત છે. અખબારો કે પત્રકારત્વોનો ઉદેશ માત્ર આર્થિક વળતર નથી. પત્રકારે સત્યતનું દર્શન કરી સત્યનું ઉદબોધન કરવાનું છે. સત્યવની આસપાસ રહેવાથી સામાજિક, રાજકીયક્ષેત્રે ગુણાત્મુક પરિવર્તન આવશે. નજર ખુલ્લી રાખી ગુજરાતની અસ્મીતાને ઉજાગર કરવુ જરૂરી બન્‍યુ છે. જુનાગઢ શહેર જાંબાઝ પત્રકારોની જન્મમભૂમિ રહી છે. પત્રકાર સુચારુ વ્યભવસ્થાણનો પ્રહરી છે, સંત્રી છે. પત્રકારો વહિવટીતંત્ર અને લોકો માટે કડીરૂપ છે. ચોથી જાગીરના સેનિકો એવા પત્રકારો લોકજાગૃતિનું કામ કરી રહ્યા છે, જેનાથી વર્તમાન અને આવનારી પેઢીની દિશા વધુ પ્રગતશિલ બનશે. પત્રકારત્વનો પ્રભાવ ઊભો થવો જોઇએ. સમાજના ભલા માટે સકારાત્મક સમાચારોની તાકાત ઘણી મોટી છે તેને શા માટે ઉજાગર નથી કરતી? કોઇ સમાજ કે દેશ પોતાની ખરાબીઓને આગળ ધરે તો વિકાસ સંભવ જ નથી. પત્રકાર જગત અને અખબાર સંચાલકોએ અખબારોમાં વાંચન કઇ રીતે કરવું તેની કળા હસ્તગત કરી લેવાની જરૂર છે. અખબારની વિશ્વસનિયતા સ૫ાદન કરવી જોઈએ… શરૂઆત અખબારના સ્‍થા૫ક શ્રી રસિકભાઈ ઉનડકટે જણાવ્યું હતું. ‘પત્રકારિતા માંખી જેવી નહી, મધમાંખી જેવી હોવી જોઇએ, જેમાં માંખી ગંદકી ઉપર બેસે છે, જ્યારે મધમાંખી મધ પર બેસે છે અને તેના ડંખની તાકાત અનોખી હોય છે‘ તેમ તેઓએ ઉમયું હતું. દેશ હિત અને સમાજ માટે હકારાત્મક પત્રકારત્વને પ્રાધાન્ય આપ્યું હતુ. ‘મિડિયા કોઇની પણ સારી કે ખરાબ છબી ઉભી કરી શકવા સમર્થ છે. મિડિયાનું કામ સાચી હકીકતો લોકો સુધી પહોંચાડવાનું છે.અભિપ્રાય આપવાનું કામ લોકોનું છે. સરકારની અનેક યોજનાઓ, સૂચનો પ્રજા સુધી અમે પત્રકારત્વના માધ્યમ થકી પહોંચાડી છે. છેવાડાના, અંતરિયાળ ગામડાના લોકોને મદદ કરવા તેમજ સમાચારોની સાચી હકીકતો લોકો સુધી પહોંચાડવા માટે અમને બઘા મિત્રોનો ખૂબ સહકાર મળતો રહયો છે અને તે માટે હું આપ સૌનો આભારી છુ. આ પ્રસંગે જિલ્લાના દૈનિક વર્તમાનપત્રોના પત્રકારો, સાપ્તાહિક પત્રકારોસહિત માહિતી ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તા. ૨૬-૦૧-૧૯૭૮, શરૂઆત અખબારના લોકાર્પણ કરવામાં આવ્યું. -શરૂઆત દૈનિક કાર્યાલય, અખબાર ભવન, ગિરનાર રોડ, જુનાગઢ
કુલ વર્ષ : ૩૫, દૈનિક વર્ષ : ૨૭
# સંસ્થાપક #
શ્રી રસિકલાલ એચ. ઉનડકટ
# પથદર્શક #
શ્રી કૃષ્ણકાંત આર. ઉનડકટ
# તંત્રી, મુદ્રક, પ્રકાશક, માલિક #
શ્રી મનોજ આર. ઉનડકટ
# સહતંત્રી #
દેવાંક્ષી એમ. ઉનડકટ
શરૂઆત દૈનિક કાર્યાલય,
અખબાર ભવન,ગિરનાર રોડ,
જુનાગઢ. (ગુજરાત)
ફોન : (૦૨૮૫) ૨૬૨૫૪૦૦,
મો: ૯૮૨૫૨ ૨૦૭૭૧, ૯૪૨૬૭ ૭૬૫૯૮

 

Sharooat Daily
(Morning Daily News Paper)
’AKHABAR BHAVAN’ JUNAGADH-362 001
Ph.No. :-{0285} 2652400,Fax:-2652400,
Mobile No.:- 9825220771, 9426776598

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s